શ્રી અગિયાર ગામ કડવા પાટીદાર પ્રગતિ સમાજ (દ.ગુ.) સુરત

શ્રી અગિયાર ગામ કડવા પાટીદાર પ્રગતિ સમાજ (દ.ગુ) સુરત આપનું હાર્દિક સ્વાગત કરે છે.

સંપાદકીય.......

ટેક્નોલોજીના આ યુગમાં આપનું ભાવભીનું સ્વાગત છે. જે સમાજની માનસિકતા કૂપમંડૂકતા જેવી છે તે સમાજ ક્યારેય પ્રગતિ કરી શકતો નથી પણ અધોગતિ ચોકકસ કરે છે.જે સમાજ સમય સાથે કદમ નથી મિલાવતો તે સમાજ ની પ્રગતિ રૂંધાય છે,આજની યુવા પેઢીને ઈન્ટરનેટ સાથે જોડવી તે આપની  નૈતિક ફરજ છે,આજની યુવા પેઢી સમાજ અને દેશનું ભવિષ્ય છે.

 શ્રી અગિયાર ગામ કડવા પાટીદાર પ્રગતિ સમાજ (દ.ગુ) સુરત તરફથી તા.૧૪/૦૬/૨૦૧૫ ના રોજ આ વેબસાઈટ આપના કરકમલોમાં મૂકતા ખૂબ જ હર્ષ અને રોમાંચ અનુભવીએ છીએ અને સમયાનુસાર આ વેબસાઈટ આપ સુધી પહોચાડવાનો અમારા જીવનમાં શુભયોગ ઘડવા બદલ પ્રભુનો અભાર માનીએ છીએ.
 
 સમયના વહેણ સાથે મંડળના લગભગ દરેક સભ્યો સાથે આત્મીયતા કેળવવાના પ્રસંગો સાંપડ્યા અને સર્વેની ઉષ્મા અને પ્રેમભરી હૂંફનો અનુભવ થયો. મંડળની વૃધ્ધિ થઈને પરિપકવતા ની શરૂઆત થઈ છે. તે માટે આપ સૌનો સહકાર જ જવાબદાર બની રહ્યો છે.

આ વેબસાઈટ બનાવવા માટે થોડા સમયથી વાત ચાલી રહી હતી અને એ જરૂરિયાત તથા ફરજ સમજીને તેનું કાર્ય અમોએ પૂર્ણ કર્યું છે.આમાં કંઈપણ યથાર્થ છે તો તે આપ સૌની ભાવના,લાગણી, સાથ,સહકાર અને આદર્શ છે.જો આ વેબસાઈટમાં કંઈપણ ખામી અથવા ભૂલ હોય તો તે અમારી કાર્યક્ષમતાની કચાશ છે અને આપ સર્વે ઉદાર દિલથી તેને ક્ષમ્ય ગણશો તેવી અભ્યર્થના છે.

આપ સૌને અમારી નમ્ર વિનંતી છે કે તરવરીયા,જાગૃત,સમાજસેવી,સક્રિય અને થનગનતા યુવાનો આગળ આવીને મંડળની જવાબદારીઓમાં ભાગીદાર બને કે જેથી મંડળનું ભવિષ્ય હમેશાં શુભમંગલ અને સાર્થક બની રહે.

આ વેબસાઈટ બનાવવામાં તન,મન,ધનથી હૃદયપૂર્વક સહકાર આપનાર તથા અમોને જે સહકાર્યકરોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાથ અને સહકાર આપ્યો છે તે સૌનો અમો અત્મીયતાપુર્વક હાર્દિક આભાર પ્રગટ કરીએ છીએ,
 
આપ સૌના ઉજ્જવલ ભવિષ્યની મનોકામના સાથે આપના જ 
પ્રમુખશ્રી -- વિષ્ણુભાઈ કેશવલાલ પટેલ - કાંસા
મંત્રીશ્રી --  સુરેશભાઈ મણીલાલ પટેલ - ખેરવા

Event

૨૫ મો રજત જયંતી મહોત્સવ -૨૦૧૬

16 December 2016
અવધ સાંગ્રીલા -પલસાણા,સુરત,

૨૪ મો સ્નેહ મિલન સમારોહ

27 December 2015
શ્રી શુકલેશ્વર મહાદેવ - અનાવલ

૨૪ મો સ્નેહ મિલન સમારોહ

27 December 2015
અનાવલ
View all

Job Links

View all

Advertisement

Click Here
Click Here
Click Here