ગતિશીલ સમાજ ની ગતિવિધિયો ની રૂપરેખા
આદરણીય સ્નેહીજનો .......સાદર પ્રણામ
વર્તમાનઝડપી
યુગમાં આપણે સૌ માદરે વતન છોડી નોકરી- ધંધાર્થે દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, બારડોલી,
નવસારી, વાપી
સુધીના મૂળ ગામો ( ખેરવા, કડા, કાંસા, લોદરા, કુકરવાડા, માલોસણ, જગુદણ, લાખવડ, જંત્રાલ, કમાલપુર, રણાસણ, સદુથલા, પુંધરા, અજરાપુરા)
માંથી આવીને અહી વસવાટ કયોં છે, “સંપ
ત્યાં જંપ” અને “ઝાઝા
હાથ રળીયામણા” એ ઉક્તિને ચરિતાર્થ કરવા દરેક સમાજમાં કોઈને કોઈ
વિચારશીલ અને વિકાસ શીલ હોવાથી સમાજ ને માટે ચિંતન કરતું હોયછે. મુલભૂત રીતે તો
ઈશ્વરીય સંકેત થી કોઈ રચનાત્મક વિચાર ઉદભવતો હોય છે. આવી શૃંખલામાં આપના સમાજના
વડીલો એ અગિયાર ના સમાજનું સુરત એટલેકે સમગ્ર દક્ષિણ ગુજરાતનું સમાજ કલ્યાણ ના
હેતુને ચરીતાર્થ કરવા મંડળ ની રચના કરવા નું વિચાર્યું ખાસ કરીનેમંડળ ના વિવિધ
હેતુઓને ધ્યાન માં રાખીને તેનું બંધારણ બનાવ્યું અને વડોદરા થી વાપીના મિત્રો ના
અભિપ્રાયો મેળવ્યા ,લાંબી ચર્ચા ને અંતે લગભગ વર્ષ ૧૯૯૨ માંઆપનું આ મંડળ
શ્રી દક્ષિણ ગુજરાત અગિયારગામ કડવા પાટીદાર પ્રગતિ સમાજ સુરત, એ નામથી કરવા આપ સૌ
ભાગ્યાશાળી રહ્યા હતા.
આજના
પ્રગતિ શીલયુગમાં વ્યક્તિ ના વિકાસ અને પ્રગતિમાં મિત્ર, કુટુંબ, જ્ઞાતિ, સંસ્થા
અને મંડળ એકબીજા ને મદદરૂપ થઇ પડે છે. છેલ્લા અમુક વરસો ના ગાળામાં અનેક પ્રકારની
પ્રવુતિઓં કરી સમાજે એક કુમળા નાના છોડમાંથી વિશાલ વટવૃક્ષ રૂપ ધારણ કરેલ છે.અને
તમામ ક્ષેત્રે પ્રગતિના શિખરો સર કરેલ છે.સમાજના માધ્યમ દ્વવારા સમાજના લોકોનો
આર્થિક,સામાજીક,શૈક્ષણિક પ્રગતિ થઇ શકે છે એનું જવલંત ઉદાહરણ આપણો સમાજ છે, આપણા સમાજે
શૂન્યમાંથી સર્જન કર્યું છે, એમ કહેવાય કે સુરત સમાજ એટલે “ અલખનો
ઓટલો “સેવાના કોઈ પણ કાર્યમાં સુરત હંમેશા અગ્રેસર રહયું છે
એટલે સેવા-સહકાર અને સંગઠન એના લોહીમાં વણાઈ ગયેલા છે,