શ્રી અગિયાર ગામ કડવા પાટીદાર પ્રગતિ સમાજ (દ.ગુ.) સુરત

Activity

સમાજનો મૂળભૂત ઉદ્દેશ્ય સેવા-સહકાર-સંગઠન-છે

સમાજના જુદાજુદા ગામડામાંથી આવેલા પરિવારો ને સંગઠીત કરી સામાજીક ભાવના કેળવાય તથા આર્થિક સધ્ધરતા વધે એવા પ્રયત્નો કરવા.

વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઇનામ યોજના

સુરત પ્રગતિ સમાજના સભાસદના અભ્યાસ કરતા બાળકોને નિયમો અનુસાર પાત્રતા મેળવે તેઓને ઇનામ કે એવાર્ડ થી સન્માનિત કરવામાં આવે છે.

આર્થિક યોજના

સમાજની દરેક પ્રવૃતિને સાકાર કરવા આર્થિક પાસુ મજબૂત રાખવું પડે. આ માટે અત્યાર સુધીના હોદ્દેદારો અને સલાહકાર સભ્યોના કુનેહ્ભર્યા આયોજનથી એક ફંડ ઉભું કરી શક્યા છીએ જે ફંડની રકમ સુરત સમાજના સભ્યોનેજ કિફાયત દરે ધિરાણ કરવામાં આવે છે, જે તેમના ધંધાને વેગ આપે છે તથા એ દ્વારા સમાજ તથા સમાજના સભ્યોની આર્થિક સધ્ધરતા વધે છે.

સભાસદ મૃત્યુ સહાય યોજના

સુરત પ્રગતિ સમાજના સભાસદનું અવસાન થાય તો નક્કી કરવામાં આવેલી રકમ ની સભાસદના પરિવાર જનોને સભાસદ મૃત્યુ સહાય કરવામાં આવે છે.

સભાસદ પરિવાર મેડીકલ સહાય યોજના

સુરત પ્રગતિ સમાજના જરૂરીયાત મંદસભ્યને તેમના પરિવારની બિમાર વ્યક્તિનો સારવારનો ખર્ચ વધુ હોય તો યોગ્ય ચકાસણી કરીને યથાયોગ્ય સહાય કરવામાં આવે છે.

સમૂહ લગ્ન પ્રોત્સાહન

સમાજમાં કુકરવાડા ખાતે થતાં સમૂહલગ્નના આયોજનને ઉત્તેજન આપી  સહુ તેમાં જોડાય તે અર્થે મંડળ તરફથી ભાગલેનાર કન્યા ને એફ.ડી ભેટ આપવામાં આવે છે.

શૈક્ષણિક સહાય યોજના

સમાજે આ હેતુસર એક આગવું ફંડ ઉભું કર્યું છે. જેનું સંચાલન શિક્ષણ મંડળ ના હોદ્દેદારો દ્વારા કરવામાં આવે છે.આ યોજનામાં તેજસ્વી અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને યોજનાના નિયમો અનુસાર જ સહાય કરવામાં આવે છે.

વિધવા સહાય યોજના

સમાજે  આ હેતુસર એક આગવું ફંડ ઉભું કર્યું છે. અગિયારગામ સમાજની વિધવાબહેનો ની આવેલી અરજીઓ ને પુરી રીતે તપાસીને સમાજ કલ્યાણ નિધિ ફંડ માંથી સહાય કરવામાં આવે છે.

આર્થિક તથા મેડીકલ સહાય યોજના

અગિયારગામ સમાજના સભ્યની આર્થિક સ્થિતિને અવલોકનમાં લઈને આવેલી અરજીઓ પૈકીની જરૂરિયાતમંદ વ્યક્તિની પાત્રતા ને પુરી રીતે તપાસીને સમાજ કલ્યાણ નિધિ ફંડ માંથી સહાય કરવામાં આવે છે.

વાર્ષિક સ્નેહમિલન સમારોહ

સમાજના તમામ સભ્યોનો  એક બીજા સાથે ઘનિષ્ઠ સંબંધ કેળવાય ,સામાજીક કાર્યો સરળતાથી ઉકેલીશકાય એવા ઉમદા હેતુથી વર્ષમાં ઓછા માં ઓછુ એક વખત દરેક સભ્યોના પરિવાર સાથેનું વાર્ષિક સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે અને પરિવાર પૈકી કોઈ વ્યક્તિ આગવી સિધ્ધિ હાંસલ કરી સમાજની કીર્તિ વધારે કે સામાજિક શૈક્ષણિક સેવા પ્રવૃતિથી સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેતો તેમનુ બહુમાન કરવામાં આવે છે.